તલાટી ભરતી 2023

તલાટી ભરતી 2023 : ગુજરાતના વિધાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે, યુવાઓ માટે સરકારી નોકરની વધુ એક તક, ગુજરાત સરકાર ટુક સમયમાં કરશે 3077 તલાટીની ભરતી.

Advertisements

તલાટી ભરતી 2023

Advertisements

Gujarat Talati Recruitment : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 3077 જગ્યા પર નવા તલાટીની ભરતી કરવા મંજુરી આપી. હવે ટૂંક સમયમાં તલાટીની ભરતીનું સત્તાવાર નોટીફીકેશન બહાર પાડશે. ગુજરાત સરકારની નોકરી મેળવવાની ઈચ્છા રાખનાર લાખો યુવાનો માટે આ એક ખુશીના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ અંગે નિર્ણય લેવાયો છે અને મુખ્યમંત્રી કક્ષાએથી સૈધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે, હવે ટુક સમયમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Advertisements

 

હાલ આમ જોવા જઈએ તોએ ગુજરાત સરકાર મોટા પ્રમાણમાં વિવિધ સરકારી વિભાગોમાં મોટી સંખ્યામાં નવી ભરતી કરી રહી છે, આ દરમિયાન હવે રાજ્ય સરકારે આગામી સમયમાં તલાટીની 3077 જગ્યાઓ પર નવા કર્મચારીની ભરતી કરવાની ઘોષણા કરી છે.

Advertisements

ટુકમાં એક વાત જે પણ વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ માટે આ સરકારની નોકરી મેળવવાની એક સોનેરી તક છે, જે કોઈ પણ મોકો ચુક્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી જવું જોઈએ.

Advertisements

અહિયાં તમને એ પણ જણાવી દઈએ કે પોલીસ ભરતીના ન્યુઝ વચ્ચે થોડા દિવસ પેહલા જ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઈપીએસ અધિકારી હસમુખ પટેલ સાહેબને સોપવામાં આવી છે, શ્રી હસમુખ પટેલ સાહેબને નવા પોલીસ ભરતી બોર્ડની અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ભરતી બોર્ડ ટુક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષા યોજશે તેવી શક્યતા છે.

Advertisements

છેલ્લે થોડા સમયથી શ્રી હસમુખ પટેલ સાહેબે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટનાઓ પર બ્રેક લાગી છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. હાલમાં ચાલી રહેલી ભરતીની વાત કરીએ તો GPSC દ્વારા વર્ગ 1 અને 2 ની ટોટલ 388 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, એવી જ રીતે GSRTC દ્વારા કંડકટર અને ડ્રાઈવર માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે જે ભરતીના ઓનલાઈન ફોર્મ હાલ ઓજસ વેબસાઈટ પર ભરાઈ રહ્યા છે.

Advertisements

 

તલાટી ભરતી 2023

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *