Join Whatsaap Group | Click Here |
Join Telegram Group | Click Here |
વરસાદ લઈને હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આજે બપોરે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે ખેડૂતોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે.
તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં વધારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તી (Manorama Mohanty) દ્વારા આગાહી કરતા મંગળવારે જણાવાયુ છે કે, આગામી ચાર દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી.
વરસાદ લઈને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવ્યુ છે કે, શહેરમાં પણ વધારે વરસાદની કોઈ શક્યતા નથી. વાદળો બની શકે છે અને સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે, તેની પણ સંભાવના ઘણી જ ઓછી છે.
જાણી લો નવી આગાહીમાં ચોંકાવનારી વાત
હવામાન વિભાગના મેપ પર જોઇએ તો આજે એટલે 23મી ઓગસ્ટના રોજ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મેપ પરથી જોઇએ તો 24મી તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
Join Whatsaap Group | Click Here |
Join Telegram Group | Click Here |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને વરસાદ લઈને હવામાન વિભાગની આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.