Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સગીરાને એક 19 વર્ષના લઘુમતી સમાજના યુવાન દ્વારા પીંખી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વાગડોદ પોલીસ આરોપીની અટકાત કરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામના ખેતરમાં રહેતા પરિવારની 13 વર્ષીય સગીરા સાંજના સમયે ડેરીમાં દૂધ ભરાવીને પોતાના ખેતર વાળા ઘરે જતી હતી. તેણી પર નજર બગાડી લઘુમતી સમાજના 19 વર્ષીય અસ્લમખાન બલોચે સગીરાનો પીછો કરી રસ્તામાં અટકાવી હતી. બાદમાં તેણીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ બૂમો પાડી હતી અને વિરોધ કરતા યુવકે તેના મો પર થપ્પડ મારી હતી. જેથી સગીરાએ યુવકને બચકું ભરી તેની ચુંગાલમાંથી છૂટી ઘર તરફ ભાગી ગઈ હતી.
આ યુવાને સગીરાનો પીછો કરી તેણીને ફરીથી પકડીને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતાં બાળકીએ યુવકના પેટમાં લાત મારી હતી. બાદમાં તેણે નજીકના ઘર તરફ ભાગી જઈને બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન યુવક ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાની બાળકીની માતાએ વાગડોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વાગડોદ પોલીસ આરોપીની અટકાત કરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.